લીલીયા ખાતે સાંસદ ભરતભાઈ સુતરિયા અને સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણીની આગેવાનીમાં તથા જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ દરમિયાન બુથ પ્રમુખો કિરીટ રવાણી, મિત સોળીયા, જતીન ધામત તેમજ લેઉઆ પટેલ સમાજના આગેવાનો જયંતીભાઈ કુંભાણી અને ડા. ભાવનાબેન કુંભાણી સાથે સંવાદ કર્યો હતો. દ્વારકેશ ક્લિનિકની મુલાકાત લઈ ડા. રાજ ભાલુને શુભેચ્છા પાઠવી હતી. વેપારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. આ પ્રસંગે અનેક ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.







































