અમદાવાદના થલતેજ વિસ્તારમાં રાત્રિના સમયે અચાનક બનેલી એક ઘટનાથી શક્તિ-૧૪૦ ફ્લેટના રહીશો ચોંકી ઉઠ્યા હતા. મેટ્રો સ્ટેશન નજીક આવેલા આ ફ્લેટના છ બ્લોકમાં રહેતી ૨૬ વર્ષની દીપિકા ગોગીયાએ રાત્રિના સમયે જીવન ટૂંકાવ્યું હતું. યુવતી પોતાના ફ્લેટની અગાશી પરથી ૧૧મા માળેથી નીચે કૂદી હતી. નીચે પડ્યા બાદ તે પા‹કગ તરફના બેઝમેન્ટમાં પટકાઈ હતી. ૧૧મા માળેથી નીચે પટકાતા યુવતીને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મળતી માહિતી પ્રમાણે, રાત્રિના સમયે દીપિકા ગોગીયા ફ્લેટની અગાશી તરફ ગઈ હતી. ત્યારબાદ તેણે ૧૧મા માળેથી નીચે કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. તે પા‹કગ તરફના બેઝમેન્ટમાં પટકાતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ સોસાયટીના રહીશો અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના એટલી ગંભીર હતી કે યુવતીને બચાવવાની તક પણ મળી નહોતી. ૧૧મા માળેથી નીચે પડવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા બોડકદેવ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
બોડકદેવ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને જરૂરી તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સાથે જ ઘટનાની આસપાસની સ્થિતિ અને યુવતીના છેલ્લા સમયના સંજાગો અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન યુવતી માનસિક બીમારીની દવા લેતી હોવાનું સામે આવ્યું છે. પોલીસને યુવતી પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ પણ મળી નથી. જેના કારણે તેણે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસ હવે યુવતીની મેડિકલ ફાઇલના આધારે તપાસ આગળ વધારી રહી છે.
પોલીસ તપાસમાં હાલ સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. તેથી યુવતીએ કયા સંજાગોમાં આ પગલું ભર્યું હતું તે જાણવા માટે પોલીસ પરિવારજનો પાસેથી પણ માહિતી મેળવી રહી છે. યુવતીની મેડિકલ ફાઇલમાં મળતી વિગતો અને અગાઉની સારવાર અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા કોઈ ચોક્કસ કારણને અંતિમ કારણ તરીકે જાહેર કરવામાં આવ્યું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મેડિકલ ફાઇલ અને પરિવારજનો પાસેથી મળતી માહિતીના આધારે તપાસ આગળ વધશે.
થલતેજના શક્તિ-૧૪૦ ફ્લેટમાં બનેલી આ ઘટનાને કારણે સોસાયટીના રહીશોમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે બનેલી આ ઘટનાએ આસપાસના લોકોને પણ હચમચાવી દીધા હતા. બોડકદેવ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ઘટનાની પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તમામ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે









































