રાજુલામાં રહેતા એક વ્યક્તિને દારૂનું વ્યસન હતું. જેના કારણે લિવર તેમજ પેટમાં પાણી ભરાઈ જવાની બીમારી હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે યુનુસભાઈ મુસાભાઈ ઝાખરા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, સતારભાઈ મુસાભાઈ ઝાખરા (ઉ.વ.૪૦)ને દારૂ પીવાનું વ્યસન હતું. જેના લીધે છેલ્લા ત્રણેક વર્ષથી લિવર તેમજ પેટમાં પાણી ભરાઈ જવાની બીમારી હતી. તેઓ આ બીમારીના કારણે સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. કાલોદરા વધુ તપાસ કરી રહ્યા છે.