અમરેલીમાં ખાંડના ભાવવધારા સામે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.પ્રદેશ સંગઠન મંત્રી અને અમરેલી વિધાનસભા પ્રભારી નિકુંજભાઈ સાવલિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ લોકોને ચપટી-ચપટી ખાંડનું પ્રતિકાત્મક વિતરણ કરી ભાવવધારા સામે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ લોકો સાથે સીધો સંવાદ કરી ખાંડના વધેલા ભાવની સામાન્ય પરિવારના બજેટ પર થતી અસર અંગે જાગૃતિ ફેલાવી હતી. નિકુંજભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, મોંઘવારીથી પહેલેથી પરેશાન સામાન્ય નાગરિકો પર વધુ ભાર ન પડે તે માટે સરકારે તાત્કાલિક પગલાં લઈ રાહત આપવી જોઈએ.કાર્યક્રમમાં જયદીપભાઈ પાંચાણી, સુખાભાઈ વાળા, હિરેનભાઈ વિરડીયા, હાર્દિકભાઈ વઘાસિયા, વિપુલભાઈ ગજેરા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.