અમરેલી જિલ્લા જેલ ખાતે ૨૫ ઓગસ્ટે પ્રિઝન ઇન્ટરવેન્શન પ્રોજેક્ટ, વિહાન સમગ્ર પ્રોજેક્ટ અને અમરેલી ICTCના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દિશા ડાપકુના પ્રતિનિધિ ભાવનાબેન પંડ્‌યા સહિત SSK સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સારી કામગીરી બદલ બંદીવાન ભાઈઓ તથા પોલીસ સ્ટાફને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. DTHO ડો. કુરેશીના માર્ગદર્શન હેઠળ જેલ અધિક્ષક પરમાર અને સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.