ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ ચલાલાની બે પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ ગેવરિયા સિધ્ધિ ઘનશ્યામભાઈ તથા સોંદરવા નવ્યા હરિભાઈએ નેશનલ સ્પેસ ડેની ઉજવણી અંતર્ગત ઇસરો સાયન્સ સિટી અમદાવાદ ખાતે યોજાયેલા સ્પેસ ફેસ્ટિવલ ૨૦૨૬ માં ભાગ લઈને પોતાની સંસ્થા અને શાળાનું નામ રોશન કર્યું છે આ પ્રસંગે સાયન્સ અને ટેકનોલોજીના કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે બંને દીકરીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સિધ્ધિ બદલ ડો. રતિદાદા, ભારત ભૂષણ મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતા સહિત શાળા પરિવારે બંને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.








































