ભાવનગર મંડળમાં રેલ કર્મચારીઓના આરોગ્ય અને કલ્યાણને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક રક્તદાન શિબિર અને સામાન્ય આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તેમજ મંડળ રેલવે હોસ્પિટલના મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડા. મનોજ કુમારની દેખરેખ હેઠળ આ શિબિર યોજાઈ હતી. ૨૨ ઓગસ્ટના રોજ પોરબંદર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલી શિબિરમાં રેલ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. સાથે કર્મચારીઓની સામાન્ય આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી.









































