સાવરકુંડલામાં મહુવા રોડ રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ પાસે કામ કરતાં યુવકનું માથામાં લોખંડની પ્લેટ વાગતાં મોત થયું હતું. મૂળ બંગાળના અને સાવરકુંડલામાં રહેતા મિલનભાઇ રબીન્દ્રભાઇ રોય (ઉ.વ.૨૧)એ જાહેર કર્યા મુજબ, બીકાસભાઇ જીતેનભાઇ રોય (ઉ.વ.૨૨) સાવરકુંડલા મહુવા રોડે રેલવે લાઇન પાસે ઓવર બ્રિજનું કામ શરૂ હોય ત્યારે નીચે કામ કરતા હતા તે સમયે માથાના ભાગે લોખંડની પ્લેટ વાગી જતા ગંભીર ઇજા થવાથી સારવારમાં લઇ જતા મરણ પામ્યો હતો.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.








































