જાફરાબાદ તાલુકાના નાગેશ્રી-ચોત્રા માર્ગ પર મોડી રાત્રે બાઇક અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર નાગેશ્રી ગામના બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીજ્યા હતા. જ્યારે અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ રાત્રિના ૨થી ૩ વાગ્યાની આસપાસ મહાવીર જશુ વરૂ અને શ્યામ રામ જોગદીયા ચોત્રા ગામથી બાઇક પર નાગેશ્રી ખાતે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ચોત્રા રોડ પર શીતળા માતાના મંદિર નજીક સામેથી પૂરપાટ ઝડે આવી રહેલા ટ્રેક્ટર સાથે તેમની બાઇક અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકો રોડ પર ફંગોળાઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. નાગેશ્રી પોલીસે સ્થળ પર પહોંચી
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્‌યા હતા. હરેશ ઘોહા વરૂની ફરિયાદના આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તાસ હાથ ધરી છે.