ઉત્તર પ્રદેશના કાનપુરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુવારે બપોરે કાનપુરમાં ઉડતું એક તાલીમ વિમાન અચાનક ક્રેશ થયું. આ અકસ્માતમાં બે પાઇલટના મોત થયા. મૃતકોની ઓળખ ગુજરાતના રહેવાસી પ્રશિક્ષક સચિન ભાટિયા અને કર્ણાટકના રહેવાસી તાલીમી પાઇલટ અભિષેક પૂજારી તરીકે થઈ છે.
ગંગા નદીના કિનારે આવેલા નાથા પૂર્વા ગામ પાસે જારદાર વિસ્ફોટ સાથે વિમાન ક્રેશ થયું. ક્રેશના અવાજથી નજીકના ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ભયભીત થઈને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
પ્રારંભિક માહિતી અનુસાર, વિમાન બે એÂન્જનવાળું વિમાન હતું જેમાં બે પાઇલટ સવાર હતા. વિમાને સવારે ૧૧ઃ૩૦ વાગ્યે તાલીમ કેન્દ્રથી ઉડાન ભરી હતી અને પરત ફરતી વખતે ૨૦ મિનિટ પછી ક્રેશ થયું હતું. ઉડાન દરમિયાન, અચાનક એક શÂક્તશાળી વિસ્ફોટ થયો, જેના કારણે વિમાન બેકાબૂ રીતે નીચે પડી ગયું. અકસ્માત સ્થળે ધુમાડો અને કાટમાળ છવાઈ ગયો હતો. અકસ્માતના ફોટા અને વીડિયોમાં વિમાન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત દેખાય છે. ઘટના સ્થળે એક વ્યક્તિ ગંભીર હાલતમાં જમીન પર પડેલો જાવા મળે છે. અકસ્માતમાં એક પાઇલટનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. બીજા પાઇલટને ગંભીર હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો. સ્થાનિક રહેવાસીઓ પાસેથી માહિતી મળતાં પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલ પાઇલટને તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ મૃત્યુ થયું હતું. વિમાન દુર્ઘટનાના સમાચાર આસપાસના ગામોમાં ઝડપથી ફેલાઈ ગયા. થોડી જ વારમાં ઘટનાસ્થળે ગામલોકોનો મોટો ટોળો એકઠો થઈ ગયો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને વિસ્તારને ઘેરી લીધો, લોકોને કાટમાળ પાસે જતા અટકાવ્યો.
વહીવટી અને પોલીસ ટીમો અકસ્માતની તપાસ કરી રહી છે. વિમાન દુર્ઘટનાનું કારણ, ઉડાન દરમિયાન વિસ્ફોટ અને ટેકનિકલ ખામીઓએ ભૂમિકા ભજવી હતી કે કેમ તે તમામની તપાસ કરવામાં આવી રહી છે. વધુ વિગતો અને દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવાની રાહ જાવાઈ રહી છે.આ પહેલા, અલાસ્કાના લશ્કરી એરપોર્ટ પર વિમાન દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. ખરાબ હવામાનને કારણે, આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. પાયલોટ લેન્ડીગ દરમિયાન રનવે જાઈ શક્યો ન હતો.









































