કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર તેમના પરિવાર સાથે મનાવશે. પરિવાર સાથે સમય વિતાવવાની સાથે-સાથે તેઓ પોતાના સંસદીય વિસ્તાર સહિત રાજ્યના વિવિધ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. આજે અને આવતીકાલે અમરેલી તથા અમદાવાદમાં તેમના કુલ ૫ જેટલા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી સવારે ૧૧ઃ૩૦ વાગ્યે અમરેલી જિલ્લાના લાઠી તાલુકા સ્થિત દુધાળા-હેતની હવેલી ખાતે પહોંચ્યા હતાં
પોતાના પ્રવાસના પ્રથમ કાર્યક્રમમાં અમિત શાહ સવારે અમરેલી જિલ્લાની મુલાકાત લીધી. અહીં તેઓ હરિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ‘હેતની હવેલી’ સરોવરના લોકાર્પણ કર્યું
અમરેલીના કાર્યક્રમ બાદ ગૃહમંત્રી અમદાવાદ ખાતે આવ્યા હતાં અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તેઓ રમતગમત ક્ષેત્રને લગતી એક અત્યંત મહત્વની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી આ બેઠકમાં આગામી ઓલિમ્પીક્સ અને કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાતમાં કરવામાં આવેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેલાડીઓની તૈયારીઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા અને સમીક્ષા કરી શિક્ષણ અને ગાંધીવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે અમિત શાહ અમદાવાદ સ્થિત ઐતિહાસિક ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. તેઓ વિદ્યાપીઠના ૭૨મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહીને દીક્ષાંત વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે અને ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડશે.
સાંજના સમયે કેન્દ્રીય મંત્રી અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી એક હોટેલ ખાતે આયોજિત એવોર્ડ સમારંભમાં ભાગ લીધો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના પ્રોત્સાહન માટે ટ્રોઈકા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા આયોજિત ‘આર. વી. પટેલ ફાર્મા ઈનોવા એવોર્ડ્સ-૨૦૨૬’ માં તેઓ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યાં
દિવસના અંતિમ કાર્યક્રમ તરીકે તેઓ પોતાના સંસદીય મતવિસ્તારના લોકો સાથે સીધો સંવાદ કર્યા હતો આ કાર્યક્રમમાં ગૃહમંત્રી આંબલી, બોપલ અને ઘુમા વિસ્તારના લોકોને રૂબરૂ મળ્યા હતાં અને તેમની રજૂઆતો સાંભળશે અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસ કર્યા.









































