અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમી આધારે એલ.સી.બી. ટીમે બગસરા તાલુકાના સુડાવડ ગામે સફળ રેઇડ કરીને કૌશલરાજભાઇ ઉર્ફે કાનો મહેશભાઇ ધાધલ (રહે. સુડાવડ, તા.બગસરા) ને ઝડપી પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન એલ.સી.બી. ટીમે આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશન ધારા તળે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને બગસરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ સફળ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલા, પો.સ.ઈ. એમ.ડી.ગોહિલ, પો.સ.ઈ. જે.ડી.વાઘેલા, એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર અને હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.










































