અમરેલી ખાતે ઈદ નિમિત્તે સૌરાષ્ટ્ર લાઈફ લાઈન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેરા-મૂંગા શાળા ખાતે બાળકો માટે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકોને નાસ્તો તથા સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા બાળકોના શિક્ષણને પ્રોત્સાહન મળે અને તેમના ચહેરા પર ખુશી આવે તેવા હેતુથી આ સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભવિષ્યમાં પણ સમાજના જરૂરિયાતમંદ લોકો તથા બાળકો માટે આવા સેવાકીય કાર્યો કરવામાં આવશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.