બાબરાના લાલકા ગામે ખેતીકામ મુદ્દે પતિ સાથે બોલાચાલી બાદ પત્નીએ ગળાફાંસો ખાધો હતો.
આ અંગે દિનેશભાઈ રણછોડભાઈ ઝાપડીયા (ઉ.વ.૨૫)એ પોલીસ સમક્ષ જાહેર કરેલી વિગત મુજબ, તેમણે ખેતરમાં વાવેલી મગફળીમાં પાણી પાવા બાબતે પત્ની સાથે બોલાચાલી થઈ હતી અને તેમણે પત્નીને ઠપકો આપ્યો હતો. જેથી પત્નીને મનમાં માઠું લાગી આવતાં, ઘરે કોઈ ન હતું
ત્યારે છતની આડી (નાટ) સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
બાદમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે લાઠી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા વધુ તપાસ ચલાવી રહ્યા છે.