સુરતમાં પતિએ ભાણેજ સાથે મળીને પત્ની પર અત્યાચાર ગુજાર્યો હતો તથા ઢીકાપાટુ મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ગીતાબેન ઝવેરભાઈ સોલંકી (ઉં.વ. ૪૪)એ સુરતમાં રહેતા પતિ અનિલકુમાર છોટાલાલ નિશાદ અને પતિના ભાણેજ આશિષકુમાર રામચંદ્ર નિશાદ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગતો અનુસાર, તેમના લગ્ન બાદ તા. ૧૨/૦૪/૨૦૨૪ થી તા. ૧૩/૦૪/૨૦૨૬ દરમિયાન સુરત ખાતે પતિ અનિલકુમાર અને ભાણેજ આશિષકુમારે નાની નાની બાબતોમાં ઘરકામ તેમજ અન્ય વાતોને લઈને અવારનવાર મેણા-ટોણા મારી શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો. પતિએ ગાળો આપી ઢીકાપાટુનો મૂઢમાર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ. બી. પંડ્‌યા વધુ તપાસ ચલાવી રહ્યા છે.