રાજુલામાંથી ૬ જુગારીઓ રૂ. ૧,૮૬,૮૭૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસ રેડ દરમિયાન રફીકભાઇ ઉર્ફે ટાઢો અબાભાઇ જાખરા, હમીદભાઇ રજાકભાઇ મોરખ, કાદરભાઇ કરીમભાઇ મોરખ, સુમારભાઇ સુલેમાનભાઇ ગાહા, હાજુભાઇ ભીખાભાઇ કનોજીયા તથા મેરૂભાઇ આલ્કુભાઇ કોટીલા હાર-જીતનો જુગાર રમતા રોકડ રૂ. ૧,૧૧,૮૭૦ તથા રૂ. ૭૫,૦૦૦ની કિંમતના ૫ નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૮૬,૮૭૦ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.આ રેડ દરમિયાન આદીલભાઇ ઇસ્માઇલભાઇ ગાહા અને અક્રમભાઇ લાખાભાઇ આલીપોટા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી. જે. કાતરીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































