લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં રઘુવીર એવન્યુસ પ્રાઇવેટ લિમિટેડ સોલાર કંપનીથી ગુંદરણ ૬૬ કે.વી. સુધી પાવર સપ્લાય કરતી ૧૧ કે.વી. લાઇનના ૧૦ સીમેન્ટના થાંભલા તોડી એલ્યુમીનીયમના વાયર સહિત રૂ.૧.૬૦ લાખનું નુકસાન કરવાના ગુનામાં લીલીયા પોલીસે તપાસ હાથ ધરી હતી. પીઆઈ એમ.ડી. સાળુંકેના માર્ગદર્શન હેઠળ માનવ તથા ટેકનીકલ સોર્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલી ખારા ગામના રાહુલ ઉર્ફે ગુંદી બાબુભાઈ જમોડને ઝડપી પાડ્યો છે.










































