વડીયાના મોરવાડા ગામે એક પુરુષને પગના સાથળ પર લાકડીનો ઘા મારવામાં આવ્યો હતો, તેમજ ટાંગા ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ અંગે હરસુરભાઈ વાસુરભાઈ વરણીયા (ઉં.વ.૫૮)એ રાજદીપભાઈ હસુભાઈ બસીયા અને સીધુભાઈ હસુભાઈ બસીયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમની ગાય આરોપીના શેઢે ગઈ હતી, જેથી આરોપીઓએ તેમને ગાળો આપી ઢીંકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત, લાકડીનો ઘા પગના સાથળ પર મારી ટાંગા ભાંગી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ. એલ. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.










































