ધારી તાલુકાના ગધઇપરા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નવજાત શિશુને જન્મજાત ક્લબફૂટની સમસ્યા હોવાનું આરોગ્ય વિભાગના ધ્યાન પર આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.એમ. જોષી, આર.સી.એચ.ઓ. ડો. અખિલેશ કુમાર સિંગ, ડો. આર.કે. જાટ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.સી. મકવાણાના માર્ગદર્શન હેઠળ આર.બી.એસ.કે. ટીમે બાળકની મુલાકાત લીધી હતી. ટીમ દ્વારા પરિવારને જરૂરી સમજ આપી સંદર્ભકાર્ડ કાઢી બાળકને સારવાર માટે રિફર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રથમ પ્લાસ્ટર પધ્ધતિથી અને પછી વિશેષ શૂઝની મદદથી વિનામૂલ્યે સફળ સારવાર કરવામાં આવી હતી. ફોલોઅપ બાદ બાળક હાલ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરી બદલ પરિવારજનો અને સ્થાનિક આગેવાનોએ આરોગ્ય વિભાગની ટીમને અભિનંદન પાઠવી કામગીરીને બિરદાવી હતી.