મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હાસ્ય કલાકાર સમય રૈનાનું સન્માન કર્યું. સાયબર ગુનાઓ વિશે જાગૃતિ ફેલાવતી ફિલ્મમાં ભાગ લેવા બદલ તેમને આ સન્માન મળ્યું. સુનિલ પાલે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સમય રૈનાના સન્માન પર પ્રતિક્રિયા આપી છે અને તેની ટીકા કરી છે.મહારાષ્ટ્ર સરકાર દ્વારા “ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ” શો માટે જાણીતા કોમેડિયન સમય રૈનાના સન્માન અંગે સુનીલ પાલે પ્રશ્ન કર્યો કે આનાથી શું સંદેશ મળે છે. સમય રૈનાના શો પર ઘણી વાંધાજનક અને વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં, હાસ્ય કલાકાર સુનીલ પાલે રૈનાનું સન્માન થવા પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
સુનીલ પાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો, જેમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે “ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ” ની આસપાસના વિવાદને ધ્યાનમાં રાખીને આ શું સંદેશ આપે છે.વિડીયોમાં, સુનીલ પાલે પૂછ્યું હતું કે, “તમે સમયનું સન્માન કેમ કરી રહ્યા છો? શું તે એટલા માટે છે કે તે અપશબ્દો બોલે છે? તમે એવી વ્યÂક્તનું સન્માન કરી રહ્યા છો જે અપશબ્દોનો ઉપયોગ કરે છે જે તમે સાંભળી પણ શકતા નથી. આનાથી નવા કોમેડિયનો અને કલાકારોને શું સંદેશ મળશે?”સુનિલે આગળ કહ્યું, “નવા હાસ્ય કલાકારોને સંદેશ એ છે કે જા તમે માન મેળવવા માંગતા હો, તો પહેલા હાસ્ય કલાકાર બનો, અપશબ્દોનો ઉપયોગ કરો, અને એવો વિવાદ ઉભો કરો કે તમારા વિરુદ્ધ પોલીસ કેસ દાખલ થાય અને પોલીસ તમને ધરપકડ કરે. સમાચારમાં આવો, અને સમાચારમાં આવ્યા પછી, તમારો શો નવી સફળતા સાથે પાછો ફરશે. જ્યારે તમે સફળતા મેળવશો, ત્યારે બધા તમને સલામ કરશે.”સુનિલ પાલે ઉમેર્યું, “જે પોલીસકર્મીઓ તમને માર મારતા હતા તેઓ તમારું રક્ષણ કરશે. જે સરકાર તમને ખોટા કહી રહી છે તે તમારો આદર કરશે. આ કળિયુગનો સૌથી ખરાબ સમય છે.”










































