બાબરા શહેરમાં RTI અરજી કર્યા બાદ મારપીટ કર્યાની ફરિયાદના મામલે બાબરા JMFC કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. ફરિયાદી કૌશિકભાઈ નાનાલાલ ભરાડના જણાવ્યા મુજબ, તા. ૨૧/૦૮/૨૦૨૫ના રોજ RTI અરજી કર્યા બાદ તેમને ખેંચી લઈ મારપીટ કરવામાં આવી હતી. ફરિયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ રજૂ કરાયેલા મેડિકલ પુરાવાઓને ધ્યાને લઈ કોર્ટે BNSની કલમ ૧૧૫ તથા ૧૧૭(૨) હેઠળ પ્રથમદ્રષ્ટિએ કેસ બનતો હોવાનું નોંધ્યું છે. કોર્ટે સમગ્ર મામલો ક્રિમિનલ કેસ તરીકે નોંધવાનો હુકમ કરી આરોપી પ્રવીણ કરકર, અશ્વિન મકવાણા અને ધર્મેશ વાવડીયા વિરુધ્ધ સમન્સ ઇશ્યૂ કરવાનો આદેશ કર્યો છે. જોકે, આરોપો અંગે અંતિમ નિર્ણય કોર્ટની આગળની કાર્યવાહી બાદ જ થશે.










































