ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે સૌરાષ્ટ્રની સંત પરંપરાના સંત શિરોમણી અને ગાયત્રી માતાજીના પરમ ઉપાસક પૂજ્ય લાલબાપુના ખબર અંતર પૂછવા મંત્રી કૌશિક વેકરીયા પહોંચ્યા હતા. તેમણે બાપુના સ્વાસ્થ્ય અને નિરામય જીવન માટે પ્રાર્થના કરી આશીર્વાદ લીધા હતા. બાપુના સાનિધ્યમાં હંમેશા આત્મીયતા અને આધ્યાત્મિક ઊર્જાની અનુભૂતિ થાય છે. આ પ્રસંગે સંજયસિંહ મહિડા, કમલેશભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના આગેવાન જયરાજસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.