રાજુલાના ધાતરવડી-૧ ડેમમાં હાલ પાણીનો સારો જથ્થો ઉપલબ્ધ છે અને ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. બીજી તરફ વરસાદ ખેંચાતા ખેડૂતોના ઊભા પાકને સિંચાઈના પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. ડેમનું વધારાનું પાણી દરિયામાં વહી જતું હોવાથી તેનો ઉપયોગ ખેડૂતો માટે કરવાની માંગ ઉઠી છે. રાજુલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીગ્નેશ પટેલે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે. વરસાદ ન પડે તો પાકને નુકસાનથી બચાવવા વધારાનું પાણી તાત્કાલિક કેનાલમાં છોડવાની માંગ કરવામાં આવી છે.











































