કોલડા પ્રાથમિક શાળા ખાતે લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન દ્વારા જ્ઞાનપરબ લાયન્સ પુસ્તકાલય અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર અને વિવેક આવે તે હેતુથી પ્રેરણાદાયક પુસ્તકો, જ્ઞાનવર્ધક, આત્મકથાઓ તેમજ વિજ્ઞાન અને ગણિતને લગતા આશરે ૩૦૦થી વધુ ઉપયોગી પુસ્તકો શાળાને ભેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ જતીનભાઈ સુખડીયા, કાંતિભાઈ વઘાસીયા, દિનેશભાઈ ભુવા, રાજુભાઈ પરિખ, કૌશિકભાઈ હપાણી, નનુભાઈ તળાવીયા, જતીનભાઈ કોટડીયા તેમજ શાળાના પ્રિન્સિપાલ બાબુભાઈ, સરપંચ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબ દ્વારા આગામી સમયમાં આવા વધુ પુસ્તકાલયો અર્પણ કરવામાં આવશે તેવી યાદીમાં જાણ કરવામાં આવી છે.