બાબરા તાલુકાના લોનકોટડા ગામે ‘હાલો સૈયર મૈયરમાં’ અંતર્ગત પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરાયું હતું. દાતાઓના સહયોગથી ગામની બહેનો, દીકરીઓ તથા ફૈબાઓ માટે વિનામૂલ્યે વિવિધ મનોરંજનાત્મક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભૂમિકાબેન મહેશકુમાર જાની તથા લાડલી શ્લોકાના હસ્તે વિવિધ ક્ષેત્રે સિધ્ધિ મેળવનાર દીકરીઓને ઇનામ આપી સન્માનિત કરાઈ હતી. લોકગાયિકા સંગીત પટેલે પ્રાચીન ગરબા રજૂ કરતાં બહેનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.