મોડર્ન લાઈફ સ્ટાઈલ, દોડધામવાળી લાઈફ, સ્ટ્રેસ, અને અલ્ટી ડાયેટ વગેરે એ અન્ય હેલ્થ પ્રોબ્લેમ્સની સાથોસાથ આપણા હાડકાંઓને પણ કમજોર બનાવી દીધાં છે. પરિણામે, નાની વયે જ પીઠ દર્દ, કમર દર્દ, ઓસ્ટિયોપોરોસિસ, બોનલોસ જેવી ફરિયાદો…
જો તમારે તમારા હાડકાં ને હેલ્ધી રાખવા હોય તો અત્યારથી જ સાવધાની રાખો અને ચેતી જાવ..
આ રહી ચેતવણી…!
જરૂરથી વધુ મીઠાનું સેવનઃ વધુ મીઠું ખાવાથી કેટલીક સાઈડ ઈફેક્ટ્સ તો છે જ, તેમજ હાડકાંને નુકસાન પહોંચાડે છે, એટલે દિવસ દરમિયાન ૨૩૦૦ મિલિગ્રામ મીઠાથી વધુનું સેવન ન કરો.
હેવી બેગ કેરી કરવીઃ એક જ બાજુ હેવી બેગ કે શોલ્ડર બેગ કેરી કરવાથી શરીર પર વજનનું સંતુલન નથી રહેતું, જેથી આપના ઘૂંટણને અસર થાય છે. એટલે ઉત્તમ એ રહેશે કે બેગમાં માત્ર જરૂરી ચીજો જ રાખો, બેગનું વજન ભારે ન કરો. જો બેગ વધુ વજનદાર થાય તો તેને…
બંને શોલ્ડર્સ પર કેરી કરો, જેથી એક જ ખભા પર વધુ વજન ન પડે.
ન્યૂટ્રિશનની કમીઃ ડાયેટમાં ન્યૂટ્રિશનનું ધ્યાન ન રાખવાથી કેટલાક કિસ્સામાં શરીરમાં ન્યૂટ્રિશનલ ડેફિશિયન્સી થઈ જાય છે, ખાસ કરીને કેલ્શિયમની કમી તો હાડકાં માટે તો બિલકુલ બરાબર નથી અને તેનાથી નાની વયે જ ઘૂંટણના બોન ટિશ્યુ ડેમેજ થવા લાગે છે. એ ઉપરાંત ક્રેશ ડાયેટ કે ઓઈલ ફ્રી ડાયેટ પણ બોન હેલ્થ માટે સારું નથી. જો હાડકાંને હેલ્ધી રાખવા હોય તો તમારા શરીરમાં કેલ્શિયમ, વિટામિન-સી-ઈ-ડી ના લેવલનું ખાસ ધ્યાન રાખો.
ઓવરવેટ હોવુંઃ રિસર્ચ અનુસાર, દરેક વધારાના એક કિલો વજનનો અર્થ છે હાડકાં પર ચાર કિલોનો એક્સ્ટ્રા દબાવ. એક્સ્ટ્રા વજન શરીરમાં ઈન્ફ્લેમેટરી કેમિકલ્સના સ્ત્રાવને પણ વધારે છે, જેથી દર્દ થાય છે અને આર્થ્રાઈટિસનું જોખમ વધી જાય છે.
ખોટું પોશ્ચરઃ આપના ઉઠવા-બેસવાની પધ્ધતિ, પોશ્ચર આપને સાવ સામાન્ય બાબત લાગી શકે છે, પરંતુ, આપના હાડકાંને એ બહુ મોટું નુકસાન પહોંચાડી શકે છે. ઉઠવા-બેસવાની ખોટી પધ્ધતિ, ઊઠતાં-બેસતાં-નીચે…
નમતાં ખોટું પોશ્ચર શરીર પર ખોટી રીતે ભાર નાખી શકે છે, જેની અસર હાડકાં પર પડે છે.
હાઈ હીલ્સ પહેરવાંઃ ક્યારેક હાઈ હીલ્સ પહેરવાં ઠીક છે, પણ મોટે ભાગે હાઈ હીલ્સ પહેરવાથી આપણું પોશ્ચર યોગ્ય નહીં રહે અને જોઈન્ટ્સ પર એક્સ્ટ્રા દબાવ પડશે, જેથી હાડકાં કમજોર પડશે.
ઓછું વજન હોવુંઃ ઓવરવેઈટ હોવું એ તો હાડકાં માટે ઠીક નથી, પણ અંડરવેઈટ લોકોમાં પણ હાડકાં નબળા ગણાય છે, જે લોકોનું વજન નોર્મલ કરતાંય ઓછું છે, તેમના હાડકાંને ફ્રેક્ચર થવાની શક્યતા વધુ રહે છે, જે લોકોના હાડકાં વધુ પાતળા હોય છે, તેમણે વેઈટ બિયરિંગ એક્સરસાઈઝ કરવી જોઈએ, તેનાથી હાડકાં મજબૂત બનશે.
સાયકલ ચલાવવીઃ સાયકલિંગ એ હાર્ટ અને ફેફસાં માટે ફાયદાકારક છે, પરંતુ તેનાથી હાડકાંને કોઈ ફાયદો નથી થતો, કેમ કે, તેનાથી બોન ડેન્સિટી પર કોઈ અસર થતી નથી. તો હાડકાં અંગે ગંભીર હોવ તો સાયકલિંગની સાથોસાથ જોગિંગ, ડાન્સ, સ્વિમિંગ જેવી એક્ટિવિટીઝને પણ તમારા રૂટિનમાં સામેલ કરો.
એક્સરસાઈઝની કમીઃ એક્સરસાઈઝ ન કરવાથી જોઈન્ટ્સને સપોર્ટ કરનારા મસલ્સ કમજોર પડી જાય છે, લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવાની આદત કે ઈનએક્ટિવ લાઈફસ્ટાઈલથી બોન લોસ થવા લાગે છે, એટલા માટે એક્સરસાઈઝને આપના રૂટિનમાં સામેલ કરો. એનાથી શરીરમાં કેલ્શિયમ મેટાબોલિઝમ વધે છે, જે હાડકાંને લાંબો સમય હેલ્ધી રાખે છે.
આલ્કોહોલ અને ધૂમ્રપાનઃ આલ્કોહોલનું ને ધૂમ્રપાનનું વધુ પડતું સેવન હાડકાં માટે નુકસાનકર્તા છે, એનાથી ફ્રેક્ચર થવાની શક્યતા પણ રહે છે, એટલે આનાથી દૂર જ રહો.
દવાઓનું સેવનઃ કેટલીક દવાઓનું લાંબા સમયનું સેવન પણ હાડકાંને કમજોર બનાવે છે.








































