રાજુલા શહેરમાં રમેશભાઈ ઓઝાના જન્મદિવસ નિમિત્તે બાપા સીતારામ સેવા સમિતિ, રાજુલા દ્વારા ગાંધી મંદિર ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાવરકુંડલાથી આવેલા ભક્તિરામ બાપુ, ઘુઘરીયાળી મંદિરના મહંત અશોકબાપુ, પ્રખ્યાત કથાકાર હિતેશ દાદા અને રાજુલા મારુતિધામના મહંત ભાવેશ બાપુ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. મહુવા નવકાર બ્લડ બેન્ક દ્વારા રક્તસંગ્રહની સેવા આપવામાં આવી હતી. કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓને પ્રોત્સાહનરૂપે બ્લૂટૂથ ઇયરફોનની ભેટ આપવામાં આવી હતી. જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સાગર સરવૈયા દ્વારા દર વર્ષે ત્રણથી ચાર રક્તદાન કેમ્પ સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.







































