શ્રી સરદાર પટેલ સોશ્યલ ગૃપ તાલુકા સંગઠન બગસરા દ્વારા બગસરા તાલુકાના લેઉવા પટેલ સમાજના તેજસ્વી તારલોઓનુ સન્માન વિવિધ ક્ષેત્રમાં કાર્યરત જ્ઞાતિની તેજસ્વી પ્રતિભાઓેનુ સન્માન ઉદ્યોગ રત્ન એવોર્ડ, પ્રગતીશીલ ખેડૂતને કિસાન રત્ન એવોર્ડ નવનિયુક્ત અધિકારી-કર્મચારીઓનુ સન્માન તથા પ્રતિભાશાળી વ્યકિતઓનુ સન્માન તા.૦૬ને રવિવારના રોજ લેઉવા પટેલ સમાજની વાડી ગોકુલપરા ખાતે સવારના ૯ કલાકે બગસરામાં યોજાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ પ્રતાપભાઈ પટેલ, સમારોહના ઉદઘાટક ભરતભાઈ પરસાણા અને હિંમતભાઈ પોકીયા રહેશે. તેમજ રાજસ્વી ગૌરવ તરીકે સાંસદ ભરતભાઈ સુતરીયા અને જે.વી. કાકડીયા હાજર રહેશે. આ કાર્યક્રમમાં વિવિધ હોદો ધરાવતા લેઉવા પટેલ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.







































