સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના અહેવાલ મુજબ, ગયા વર્ષે સરકારી સંસ્થાઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ૭૦,૫૦૦ થી વધુ ફરિયાદો મળી હતી, જેમાં સૌથી વધુ ફરિયાદો બેંકો અને રેલ્વે વિરુદ્ધ હતી.
રિપોર્ટ મુજબ, કમિશન વતી કામ કરતા મુખ્ય તકેદારી અધિકારીઓને કુલ ૭૦,૫૮૪ ફરિયાદો મળી હતી. આમાંથી, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં ૬૪,૯૦૫ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. ઝ્રફઝ્ર ના વાર્ષિક અહેવાલ ૨૦૨૫ માં જણાવાયું છે કે, “૨૦૨૫ ના અંત સુધીમાં કુલ ૫,૬૭૯ ફરિયાદો તપાસ અથવા કાર્યવાહી માટે પેÂન્ડંગ હતી. આમાંથી, ૨,૦૦૨ ફરિયાદો ત્રણ મહિનાથી વધુ સમયથી પેન્ડિંગ હતી.”સીવીઓને ત્રણ મહિનામાં ફરિયાદોની તપાસ પૂર્ણ કરવાની અપેક્ષા છે. અહેવાલમાં જણાવાયું છે કે કમિશન સમયાંતરે ઝ્રર્ફં પાસે પેન્ડિંગ ફરિયાદોની સમીક્ષા કરે છે જેથી ફરિયાદોનો ઝડપી નિકાલ થાય. બેંકોને સૌથી વધુ ૯,૯૩૩ ફરિયાદો મળી. આમાંથી, ૯,૫૨૦ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે ૪૧૩ ફરિયાદો પેન્ડિંગ રહી હતી. આમાંથી, ૫૨ ફરિયાદો ત્રણ મહિનાથી વધુ સમયથી પેન્ડિંગ હતી.
અહેવાલ મુજબ, ઝ્રર્ફં ને રેલ્વે સંબંધિત ૯,૩૮૧ ફરિયાદો મળી હતી. આમાંથી, ૮,૭૫૪ ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો, જ્યારે ૬૨૭ ફરિયાદો ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં પેન્ડિંગ હતી. આમાંથી, ૧૦ ફરિયાદો ત્રણ મહિનાથી વધુ સમયથી પેન્ડિંગ હતી. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીની સરકારને બાદ કરતાં, હાઉસિંગ અને શહેરી બાબતોને લગતી કુલ ૬,૫૩૧ ફરિયાદો મળી હતી, જ્યારે ૪,૮૩૪ ફરિયાદો સ્થાનિક સંસ્થાઓ સામે મળી હતી.
અહેવાલ મુજબ, ગયા વર્ષે કોલસા ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને લગતી ૪,૧૧૮ ફરિયાદો મળી હતી. વધુમાં, ૩,૧૦૭ ફરિયાદો નાણાં ક્ષેત્રને, ૨,૮૦૪ દિલ્હી સરકારને અને ૨,૭૨૨ ફરિયાદો પેટ્રોલિયમ મંત્રાલયને લગતી હતી. આ અહેવાલ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યો હતો.અહેવાલમાં જણાવાયું છે કે દિલ્હી પોલીસ સામે કુલ ૨,૬૩૩ ફરિયાદો મળી હતી, જ્યારે ૨,૧૩૯ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે ક્ષેત્રને લગતી હતી અને ૨,૦૩૬ દિલ્હી પોલીસને બાદ કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને લગતી હતી.
આ રિપોર્ટમાં ૨૦૨૫ દરમિયાન ઝ્રફઝ્ર દ્વારા ‘જરૂરી કાર્યવાહી’ માટે ઝ્રર્ફં ને મોકલવામાં આવેલી ફરિયાદોની વિગતો પણ આપવામાં આવી છે.રિપોર્ટ મુજબ, આવી કુલ ૧૮,૬૫૧ ફરિયાદોમાંથી, સૌથી વધુ ૪,૧૧૦ ફરિયાદો રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીની સરકારને બાદ કરતાં સ્થાનિક સંસ્થાઓ સાથે સંબંધિત હતી.
આ પછી બેંકો સામે ૧,૭૪૯, રેલ્વે સામે ૧,૪૨૮, પેટ્રોલિયમ મંત્રાલય સામે ૧,૩૧૮, દિલ્હી સરકાર સામે ૧,૩૦૭ અને સંરક્ષણ મંત્રાલય સામે ૧,૦૧૬ ફરિયાદો આવી હતી.