હાલ દેશભરમાં અનામતને લઈને ઉકળતો ચરું જાવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ સવર્ણ અનામત મુદ્દે આરપારની લડાઈ જાવા મળી રહી છે. ગાંધીનગરમાં સવર્ણ સમાજાની એક ચિંતન શીબીર યોજાઈ ગઈ. આ ચિંતન શિબિરમાં ૪ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. જેમાં અનામત વ્યવસ્થાની સમીક્ષા બાદ સુધારો કરાય, યુજીસીના કાળા કાયદાને સંપૂર્ણપણ નાબૂદ કરાય તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઇડબ્લ્યુએસની પણ માંગ કરવામાં આવી. શિબિરમાં ચર્ચા થયેલા મુદ્દાઓ પર પ્રકાશ પાડતા પાટીદાર અગ્રહણી દિનેશ બાંભણિયાએ કહ્યું કે યુજીસીના કાયદાને સમગ્ર દેશમાંથી નાબૂદ કરવા માટે, એના માટેની મૂવમેન્ટ અહિંયાથી ચલાવવામાં આવશે અને ચાલતી મૂવમેન્ટને સમર્થન કરીશું. બીજી બાબત છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૧૦% અનામતની જાગવાઈ કરવામાં આવે, જે માંગણી અમારા છેલ્લા એક વર્ષથી અને ૨૦૨૩ના ઝવેરી કમિશનના નિમણૂક પછી સમગ્ર સવર્ણ સમાજે કરેલી છે તેની કાયદેસર માન્યતા ટૂંક સમયમાં આપવામાં આવે. આ સાથે બિન અનામત આયોગની અંદર જે લાલિયાવાડી ચાલી રહી છે, જે અસુવિધાઓ ઊભી થઈ છે, એ અસુવિધાઓને તાત્કાલિક રીતે દૂર કરવામાં આવે. વરુણ પટેલે જણાવ્યું હતું કે જા ૧૦ દિવસની અંદર આ તમામ નિગમની અંદર નિમણૂકો અને જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર બિન અનામત આયોગને અને બિન અનામત નિગમને તાળાબંધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાટીદાર અગ્રણી વરુણ પટેલે કહ્યું કે, અમે ૧૦૦% બહુ ગંભીરતાપૂર્વક જવાબદારીપૂર્વક માંગણી કરીએ છીએ કે, અત્યારે હાલ ચાલતી અનામત નીતિની સમીક્ષા થાય. સમીક્ષા કરી અને સરકાર એના ડેટા ડિક્લેર કરે. કેટલા પરિવારો, કેટલા સમાજા, કેટલા ધર્મ, કેટલા વર્ણનું ઉત્થાન થયું છે કેટલા વર્ણનું ઉત્થાન થવાનું બાકી છે કઈ જ્ઞાતિ જાતિની અનામત વધારવી કે ઘટાડવી એ બધા નિર્ણયો સરકાર લેશે. પણ સરકાર ૧૦૦ એ ૧૦૦ ટકા ડેટા ડિક્લેર કરે, અનામતના મુદ્દે જિલ્લા પંચાયતથી લઈ અને દેશની સંસદ સુધી અને રાજ્યસભા સુધી ઓપન પ્લેટફોર્મમાં ચર્ચા થાય અને એમાં જરૂર પડે તો સરકાર ડેટા ડિક્લેર કરે.કરણી સેનાના આગેવાન વિરભદ્રસિંહે પણ આ મુદ્દે કહ્યું કે, ગુજરાતમાં અમે આ યુજીસી વિરોધ કરવામાં ભાવનગરથી આવેદન પત્ર જિલ્લા જિલ્લાવાદે આવેદન પત્ર આપવાનું ચાલુ કર્યું છે. પહેલું ભાવનગરમાં આપ્યું પછી રાજકોટમાં આપ્યું જામનગર આવેદન પત્ર આપ્યું અને પહેલી તારીખે સવર્ણ સમાજની મીટિંગ કચ્છમાં રાખી છે. એમ દરેક જિલ્લામાં મીટિંગ રાખીને આ યોજીસી રોલનો વિરોધ કરવાના છીએ.બ્રહ્મસમાજના અગ્રણી જીગર મહેતાએ કહ્યું કે પૂરા ગુજરાતમાંથી અહીંયા દરેક સવર્ણ સમાજના પ્રતિનિધિઓ હાજર છે જે અન્વયે અમારા બ્રહ્મ સમાજના પણ બહુ મોટી સંખ્યામાં વડીલો અને આગેવાનો અહીંયા પધાર્યા છે. તો અમે બ્રહ્મ સમાજવતી આ સ્વર્ણ એકતા મંચને સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ કે આ જે લડત અને પાંચ મુદ્દા આજે જે પસાર કર્યા છે એમાં બ્રહ્મ સમાજ સંપૂર્ણ રીતે સ્વર્ણ સમાજની સાથે છે અને સ્વર્ણ સમાજના દરેક લડાઈમાં બ્રહ્મ સમાજ એમની સાથે રહેશે એવી અમે અમે ખાતરી આપીએ છીએ.