કોડીનાર શહેરમાં તા. ૨૫ ઓગસ્ટે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને તેના મહત્વ અંગે જાગૃતિ લાવવાના હેતુથી ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. રાજદીપ સ્કૂલ ખાતેથી ડીજે અને સ્કૂલ બેન્ડના તાલ સાથે યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સંસ્કૃત સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ વેશભૂષા ધારણ કરી હતી. યાત્રાનું સમાપન એસ.કે.એમ. સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમ સાથે થયું હતું. આ પ્રસંગે મામલતદાર ભાસ્કર, શહેર ભાજપ પ્રમુખ અજય પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિલીપ વાળા, એ.ઈ.આઈ. જીતુ ડોડીયા સહિત આચાર્યો, શિક્ષકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.










































