ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે અને બે મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ પ્રવાસ આજે, ૨૭ ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. ત્યારબાદ ભારતીય ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ઘરઆંગણે અફઘાનિસ્તાન અને પછી વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરશે. ટીમ ઇન્ડિયાની ખરી કસોટી ૨૨ ઓક્ટોબરથી શરૂ થશે, કારણ કે ભારતીય ટીમ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ પ્રવાસ હજુ લગભગ બે મહિના દૂર છે, પરંતુ ક્રિકેટ ચાહકો પહેલાથી જ ભારે ઉત્સાહ અનુભવી રહ્યા છે.
હકીકતમાં, ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડના તેમના પ્રવાસ દરમિયાન ત્રણેય ફોર્મેટમાં કુલ ૧૨ મેચ રમશે. આ પ્રવાસ એક મહિનાથી વધુ સમય ચાલશે. આ કારણે ચાહકો આ પ્રવાસની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. દરમિયાન, ટીમ ઇન્ડીયાના ન્યુઝીલેન્ડ પ્રવાસ અંગે રોમાંચક માહિતી બહાર આવી છે.ન્યુઝીલેન્ડ ક્રિકેટના આંતરરાષ્ટ્રીય સમર ઓફ ક્રિકેટ માટે પ્રી-સેલ જબરદસ્ત રહ્યો છે. ૨૪ ઓગસ્ટથી શરૂ થયેલા ક્રિકેટ નેશન મેમ્બર સેલના પહેલા ૪૮ કલાકમાં રેકોર્ડ ૨૬,૦૦૦ ટિકિટ વેચાઈ હતી. અપેક્ષા મુજબ, ઓક્ટોબરમાં શરૂ થનારા ભારતના ઐતિહાસિક ૧૨-મેચના મલ્ટી-ફોર્મેટ પ્રવાસને કારણે ટિકિટની ભારે માંગ છે. ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે વ્હાઇટ-બોલ મેચોની ટિકિટો સૌથી વધુ વેચાઈ છે.
ક્રાઇસ્ટચર્ચમાં હેગલી ઓવલ પણ પાછળ નથી. ૯,૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ ૨૨ અને ૨૪ ઓક્ટોબરે રમાનાર બે સતત ટી ૨૦ મેચો તેમજ ૨૭ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી રમાનાર બીજી અને અંતિમ ટેસ્ટ મેચ માટે સંપૂર્ણ વેચાણ થવાની ધારણા છે.વેલિંગ્ટનમાં પણ પ્રારંભિક ટિકિટનું વેચાણ જારદાર રહ્યું છે. ત્રીજી ટી૨૦ અને બીજી વનડે સ્કાય સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યારે પહેલી ટેસ્ટ ૧૯ નવેમ્બરે પ્રતિષ્ઠિત સેલો બેસિન રિઝર્વ ખાતે શરૂ થશે.એનઝેડસીના ચીફ માર્કેટિંગ અને કોમર્શિયલ ઓફિસર ગ્લેન ક્રિચલીએ જણાવ્યું હતું કે ચાહકોને વહેલી ટિકિટ ખરીદતા જાઈને આનંદ થયો.
ગ્લેન ક્રિચલીએ કહ્યું, “શરૂઆતથી જ, ચાહકોને અમારો સંદેશ એ રહ્યો છે કે તેઓ અગાઉથી સારી તૈયારી કરે જેથી તેઓ ચૂકી ન જાય. અને પહેલા બે દિવસમાં રેકોર્ડ વેચાણ સાબિત કરે છે કે ઘણા લોકોએ સાંભળ્યું છે.” ન્યુઝીલેન્ડના લોકો માટે ભારત સામેની ક્રિકેટ મેચના તીવ્ર ઉત્સાહનો અનુભવ કરવાની અને વિશ્વના કેટલાક સૌથી મોટા રમતગમતના સ્ટાર્સને રમતમાં જાવાની આ એક અનોખી તક છે. સામાન્ય જનતા માટે ટિકિટનું વેચાણ ૭ સપ્ટેમ્બરના રોજ શરૂ થશે, પરંતુ ચાહકો ક્રિકેટ નેશન પર સાઇન અપ કરીને અને એક્સક્લુઝિવ પ્રી-સેલ વિન્ડોનો લાભ લઈને તેમની બેઠકો સુરક્ષિત કરી શકે છે અને ૧૫ ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસનો સંપૂર્ણ સમયપત્રકઃ ૨૨ ઓક્ટોબરઃ પ્રથમ ટી ૨૦, ક્રાઇસ્ટચર્ચ (હેગલી ઓવલ),૨૪ ઓક્ટોબરઃ બીજી ટી ૨૦ઃ ક્રાઇસ્ટચર્ચ (હેગલી ઓવલ),૨૭ ઓક્ટોબરઃ ત્રીજી ટી ૨૦, વેલિંગ્ટન એચએનઆરવાયસ્ટેડિયમ),૩૦ ઓક્ટોબરઃ ચોથી ટી ૨૦, ઓકલેન્ડ (ઇડન પાર્ક),૧ નવેમ્બરઃ પાંચમી ટી ૨૦, હેમિલ્ટન (સેડન પાર્ક) વનડે શ્રેણીનું સમયપત્રકઃ ૪ નવેમ્બરઃ પ્રથમ વનડે, ઓકલેન્ડ (ઇડન પાર્ક),૭ નવેમ્બરઃ બીજી વનડે, વેલિંગ્ટન (એચએનઆરવાય સ્ટેડિયમ),૧૦ નવેમ્બરઃ ત્રીજી વનડે, હેમિલ્ટન (સેડન પાર્ક),૧૩ નવેમ્બરઃ ચોથી વનડે, માઉન્ટ મૌંગાનુઈ (બે ઓવલ),૧૫ નવેમ્બરઃ પાંચમી વનડે, માઉન્ટ મૌંગાનુઈ (બે ઓવલ) ટેસ્ટ શ્રેણીનું સમયપત્રકઃ ૧૯ થી ૨૩ નવેમ્બરઃ પ્રથમ ટેસ્ટ, વેલિંગ્ટન (બેસિન રિઝર્વ) ડિસેમ્બર ૨૭ થી ૧ઃ બીજી ટેસ્ટ ક્રાઇસ્ટચર્ચ (હેગલી ઓવલ)