દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીઓમાંના એક ડીન એલ્ગરે આખરે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જાકે, તેઓ પહેલાથી જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યા હતા. ડીન હવે લગભગ ૩૯ વર્ષના છે. તેમણે દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કર્યું અને ઘણી ઐતિહાસિક જીતનો સાક્ષી બન્યો. એલ્ગરે પોતે નિવૃત્તિ જાહેર કરી છે. તેમણે ભારત સામે પોતાની છેલ્લી ટેસ્ટ રમી હતી.ડીન એલ્ગરે ૨૦૧૨ માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. જાકે, તે તે પહેલાં પણ સતત ક્રિકેટ રમી રહ્યો હતો. તેણે પોતાની પહેલી મેચ ૨૦૦૬ માં રમી હતી. તેને પહેલી વાર એબી ડી વિલિયર્સની કેપ્ટનશીપ હેઠળ વનડે ટીમમાં બોલાવવામાં આવ્યો હતો, અને તે વર્ષે પાછળથી, તેણે ગ્રીમ Âસ્મથની કેપ્ટનશીપ હેઠળ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ૨૦૨૪ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહેલા એલ્ગર ત્યારથી એસેક્સ માટે રમી રહ્યા છે. આ વર્ષની સીઝનના અંતે તે પોતાનું બેટ લટકાવશે.
એલ્ગરે દક્ષિણ આફ્રિકા માટે ૮૬ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ૫૩૪૭ રન બનાવ્યા હતા. જેમાં ૧૪ સદી અને ૨૩ અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે એક વખત ૧૯૯નો સ્કોર કર્યો હતો પરંતુ તે તેની બેવડી સદી સુધી પહોંચવામાં નિષ્ફળ ગયો હતો. ડીને આઠ વનડે રમી હતી, જેમાં ૧૦૪ રન બનાવ્યા હતા. જાકે, તે કોઈ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો ન હતો. ડીન એલ્ગરના ફર્સ્ટ-ક્લાસ આંકડા વધુ સારા છે. તેણે ૨૭૯ મેચ રમી છે અને લગભગ ૧૯,૦૦૦ રન બનાવ્યા છે, જેમાં ૫૫ સદી અને ૭૭ અડધી સદીનો સમાવેશ થાય છે.
નિવૃત્તિની જાહેરાત કરતા ડીન એલ્ગરે જણાવ્યું કે તે હવે ૩૯ વર્ષનો છે અને હવે તે નાના નથી થઈ રહ્યો. તેના બાળકો મોટા થઈ રહ્યા છે, અને તે તેમની સાથે સમય વિતાવવા માંગે છે. તેણે એમ પણ કહ્યું કે આ સિઝન પૂરી થયા પછી તે મેદાનમાં પાછો નહીં ફરે. તેણે કહ્યું કે દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ માટે રમવું અને તેનું નેતૃત્વ કરવું એ એક સન્માન છે અને તે તેના જીવનનો સૌથી ગર્વનો ક્ષણ રહ્યો છે. ડીન એલ્ગરને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક માનવામાં આવે છે, પરંતુ એ અલગ વાત છે કે તેને ઘણી આંતરરાષ્ટÙીય મેચ રમવાની તક મળી નથી. કદાચ આ જ કારણ હતું કે તેણે ૨૦૨૪ માં આંતરરાષ્ટÙીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.















































