બગસરા એસ.ટી.ડેપોમાં ૩પ જેટલા કંડકટરની ઘટ હોવાથી બસનું સંચાલન કરવુ અધિકારીઓ માટે માથાનો દુઃખાવો બન્યો છે. કંડકટરની ઘટને કારણે અનેક રૂટ બંધ કરવાની Âસ્થતિ ઉભી થઈ છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કંડકટરની ભરતી માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી મુસાફરોમાં રોષ ફેલાયો છે. જેમાં સવારે ૭ કલાકે ઉપડતી બગસરા-અંબાજી બસ બપોરે ૧ઃ૩૦ કલાકે ઉપડતા કંડકટરને સસપેન્ડ કરવામાં આવ્યો છે. બગસરા ડેપોમાં કુલ ૩પ કંડકટરની ઘટ પડી છે. કંડકટરની ઘટને કારણે અનેક બસ બંધ કરવી પડે તેવી સ્થતિનું નિર્માણ થયુ છે. હાજર રહેલા કંડકટરને ડબલ ડ્યુટી આપી ફરજ પર મોકલવામાં આવી રહ્યાં છે. જેના કારણે કંડકટરોમાં થાક જાવા મળી રહ્યો છે. સોમવારે ત્રણ લોકલ બસ બંધ કરવી પડી છે. કંડકટરને ડબલ ડયૂટી આપવામાં આવતી હોવાથી બસ સમયસર ઉપડતી નથી જેથી મુસાફરો યોગ્ય સમયે પહોંચી શકતા નથી. બગસરાથી સવારે ૭ કલાકે ઉપડતી અંબાજી બસ બપોરે ૧ઃ૩૦ કલાકે ઉપડતા રીર્ઝવેશન કરેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કંડકટરે પોતાની બેજવાબદારી દાખવતા બસ મોડી ઉપડી હતી. કંડકટરની આ બેજવાબદારીને ધ્યાને લઈ ડેપો મેનેજર દ્વારા સસપેન્ડ કરવામાં આવ્યો છે. આમ, બગસરા ડેપોમાં કંડકટરોની ઘટને કારણે બસ મોડી ઉપડવી, રદ કરવી જેવી ઘટનાઓ સામાન્ય બનવા પામી છે.આટલી ઘટમાં બસનું સંચાલન કરવુ ડેપો મેનેજર માટે માથાનો દુઃખાવો બન્યો છે.










































