લીલીયા તાલુકાના આંબા ગામે બિનઅધિકૃત ખનન અને ખનીજ પરિવહન સામે ખાણ-ખનીજ વિભાગે કાર્યવાહી કરી હતી. વિભાગની ટીમે અચાનક દરોડો પાડી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી ખનીજનું બિનઅધિકૃત પરિવહન કરતા બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને ડમ્પર સહિત કુલ રૂ.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. વિભાગે નિયમ મુજબ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.