રાજુલા શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રુદ્ર ગણ દ્વારા માર્કેટિંગ યાર્ડના મેદાનમાં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૦ ઓગષ્ટના રોજ લોકમેળાને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ લોકમેળો ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી ખુલ્લો રહેશે. રુદ્ર ગણ દ્વારા સતત ૧૪ વર્ષથી રાજુલામાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. મેળામાં વિવિધ મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ સહિત વિવિધ આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લેશે તેવી શક્યતા છે. આ લોકમેળામાંથી વધતી રકમનો ઉપયોગ રાજુલાની પૂજાબાપુ ગૌશાળા સહિત વિવિધ સેવાકીય કાર્યોમાં કરવામાં આવે છે. આમ, મનોરંજન સાથે સેવાકીય પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપતો આ લોકમેળો રાજુલા શહેરમાં આગવું મહત્વ ધરાવે છે.