વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ૪૮ કલાકમાં અકસ્માતની એક બાદ એક ત્રણ ગંભીર ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનાઓમાં ૩ લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનાઓ બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
વડોદરામાં માણેજા ક્રોસિંગથી જાંબુવા તરફ જતા માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે હંકારી રહેલા બાઇકચાલકે રસ્તો ઓળંગી રહેલી એક મહિલા અને બે બાળકીઓને અડફેટે લીધી હતી. બેકાબૂ બાઇકની ટક્કરથી ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ બાળકીને તાત્કાલિક સારવાર માટે વડોદરાની જીજીય્ હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, ફરજ પરના તબીબોએ તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી હતી. અકસ્માતની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના બાદ વડોદરા નજીકના દશરથ ગામમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. દશરથ ગામમાં આઇસ્ક્રીમની લારી ચલાવતા ૫૫ વર્ષીય હનુમાન જાટને એચપી પેટ્રોલ પંપ નજીક બ્રિજ પરથી ઊતરતી વખતી પુરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લીધા હતા.
આ અકસ્માતમાં હનુમાન જાટનું ઘટનાસ્થળે મોત થયું હતું. તેઓ છેલ્લા ત્રણ દિવસથી પદમલા ખાતે આઇસ્ક્રીમ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર વાહન લાલ રંગની Âસ્વફ્ટ કાર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ છાણી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. છેલ્લા ૪૮ કલાકમાં ત્રણ અલગ અલગ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. એક અકસ્માતમાં માસૂમ બાળકીનું મોત થયું હતું જ્યારે દશરથ ગામ અને ધન્યાવી ચોકડીની ઘટનાઓમાં પણ એક-એક વ્યÂક્તએ જીવ ગુમાવ્યો હતો.