યુએસએ ત્રણ ઈરાની ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો અને હુમલાનો વીડિયો જાહેર કર્યો. ઈરાને અમેરિકન એરક્રાફ્ટ કેરિયર અને ડિસ્ટ્રોયર પર અનેક બેલેસ્ટિક મિસાઈલ છોડ્યા. અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના એરોસ્પેસ ફોર્સે દાવો કર્યો છે કે તેણે અમેરિકન એરક્રાફ્ટ કેરિયર અને ડિસ્ટ્રોયર પર બેલીસ્ટીક મિસાઈલ છોડ્યા છે.આઇઆરજીસીનો આરોપ છે કે બે યુદ્ધજહાજા ઈરાની જહાજાને હેરાન કરી રહ્યા હતા અને ઈસ્લામિક રિપબ્લિક સામે નૌકાદળના નાકાબંધીમાં ભાગ લઈ રહ્યા હતા.ઈરાનના રાજ્ય પ્રસારણકર્તા, ઈસ્લામિક રિપÂબ્લક ઓફ ઈરાન બ્રોડકાસ્ટંગના અહેવાલ મુજબ,આઇઆરજીસીએ જણાવ્યું હતું કે ઈરાની જહાજા સામે સતત આક્રમક કાર્યવાહી વચ્ચે બે યુએસ નેવી જહાજાને નિશાન બનાવવામાં આવ્યા હતા.આઇઆરજીસીના અહેવાલ મુજબ, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના એરોસ્પેસ ફોર્સે બાળકોની હત્યા કરનારા યુએસ એરક્રાફ્ટ કેરિયર અને ડિસ્ટ્રોયર પર અનેક બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. આ જહાજા ઈરાની જહાજાને હેરાન કરી રહ્યા હતા અને નૌકાદળના નાકાબંધીમાં ભાગ લઈ રહ્યા હતા.” નિવેદનમાં ઉમેર્યું હતું કે, “નુકસાન અને બીજા હુમલાના ડરથી, બે યુદ્ધજહાજાને સંઘર્ષ ક્ષેત્રમાંથી ભાગી જવાની ફરજ પડી હતી.”
આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાની તેલ ટેન્કરો પર યુએસ હુમલાઓ અને ત્યારબાદ યુએસ-સંબંધિત જહાજા પર ઈરાની હુમલાઓને કારણે આ ક્ષેત્રમાં લશ્કરી તણાવ ફરી વધ્યો છે. અગાઉ,આઇઆરજીસી નેવીએ જણાવ્યું હતું કે તેણે “અનધિકૃત માર્ગ” દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ત્રણ ઓઈલ ટેન્કરો અને અન્ય વિસ્તારોમાં ત્રણ યુએસ-સંબંધિત જહાજાને નિશાન બનાવ્યા હતા.આઇઆરજીસી નૌકાદળે જણાવ્યું હતું કે આ કાર્યવાહી ત્રણ ઈરાની તેલ ટેન્કરો પર અમેરિકાના હુમલાના જવાબમાં કરવામાં આવી હતી.
આઇઆરજીસીના અહેવાલ મુજબ,આઇઆરજીસી નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આજે સવારે, યુએસ આતંકવાદી અને આક્રમક દળોએ, એક ક્રૂર કૃત્યમાં અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના તેમના ભયમાં, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના ત્રણ ઓઇલ ટેન્કરો પર હુમલો કર્યો, જેના કારણે તેમને નુકસાન થયું.આઇઆરજીસી નૌકાદળે જણાવ્યું હતું કે બદલો લેવાની કાર્યવાહીમાં જહાજાને પાછળથી નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાની સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ કાર્યરત જહાજાને જળમાર્ગોનો ઉપયોગ ન કરવાની ચેતવણી પણ આપી હતી, જે તેણે અનધિકૃત ગણાવી હતી.