ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, અભિનંદને પોતાની વાયુસેનાની નોકરી છોડી દીધી છે. અહેવાલ છે કે અભિનંદન વર્ધમાન હવે પ્રાદેશિક એરલાઇન એફએલવાય૯૧ માં પાઇલટ તરીકે જાડાયા છે. સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. અભિનંદને એક ઓપરેશન દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના એફ-૧૬ ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. સૂત્રોએ જણાવ્યું છે કે અભિનંદને ઓગસ્ટમાં ગોવા Âસ્થત એરલાઇન સાથે પાઇલટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.અહેવાલો અનુસાર, એફએલવાય૯૧ ના પ્રવક્તાએ અભિનંદન વર્ધમાન પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પ્રવક્તાએ જણાવ્યું હતું કે કર્મચારીઓની વ્યક્તિગત માહિતી એક ખાનગી બાબત છે. તેથી, એરલાઇનમાં અભિનંદનની ભૂમિકા વિશે વધુ વિગતો તાત્કાલિક ઉપલબ્ધ નથી.એફએલવાય ૯૧ એ માર્ચ ૨૦૨૪ માં કામગીરી શરૂ કરી હતી. એરલાઇન પાસે હાલમાં તેના કાફલામાં છ વિમાન છે. હ્લઙ્મઅ૯૧ ના ગોવા અને હૈદરાબાદમાં બે ઓપરેટિંગ બેઝ છે.
હકીકતમાં, અભિનંદન વર્ધમાન ૨૦૧૯ માં પાકિસ્તાની વાયુસેના સાથેના એન્કાઉન્ટર પછી ચર્ચામાં આવ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૯ માં પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય વાયુસેનાએ ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. ત્યારબાદ, પાકિસ્તાને પણ ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ૨૭ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાને હુમલો કરવા માટે પોતાના ફાઇટર જેટ મોકલ્યા. જાકે, ભારતીય વાયુસેનાએ તેમને ભગાડી દીધા. આ એન્કાઉન્ટર દરમિયાન અભિનંદને પોતાના મિગ-૨૧ ફાઇટર જેટ સાથે પાકિસ્તાની હ્લ-૧૬ ફાઇટર જેટને તોડી પાડ્યું. જાકે, અભિનંદનનું વિમાન પણ ક્રેશ થયું. ત્યારબાદ પાકિસ્તાને અભિનંદનને અટકાયતમાં લીધા. જાકે, ભારત સરકારના દબાણને કારણે, પાકિસ્તાને તેમને ત્રણ દિવસ પછી છોડી મુક્યા.
૨૦૨૧ માં, અભિનંદનને વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો. વીર ચક્ર એ દેશનો ત્રીજા સૌથી મોટો યુદ્ધ સમયનો વીરતા પુરસ્કાર છે. અભિનંદનને “ફરજ પ્રત્યે અપવાદરૂપ નિષ્ઠા” દર્શાવવા બદલ આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.