અમરેલી તાલુકામાં લાંબા સમયથી વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે અને પશુપાલન માટે ઘાસચારાની ગંભીર મુશ્કેલી ઊભી થઈ છે, જેથી ખેડૂતોની જમીન સુધી તાત્કાલિક સૌની યોજનાનું પાણી પહોંચાડવા બાબતે કિસાન મોરચો અમરેલી તાલુકા દ્વારા ગુજરાત રાજ્યના
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને નમ્ર રજૂઆત કરવામાં આવી છે.કિસાન મોરચો અમરેલી તાલુકાના પ્રમુખ મનીષ ઠુંમર તથા મહામંત્રીઓ કલ્પેશ મેતલીયા અને મોતિલાલા કાનાણી દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતની નકલ ગુજરાત રાજ્યના પેટ્રોલ અને કેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરીયા, ગુજરાત રાજ્ય કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હીરપરા તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીને પણ પાઠવવામાં આવી છે.