સાવરકુંડલા હાથસણી રોડ પર તા.૦૬/૦૯/૨૦૨૬ ના સાંજ સમય કલાક ૧૭/૩૦ વાગ્યાના સુમારે ઇશ્વરભાઇ નાનજીભાઇ ગેડીયા ઉ.વ.૪૩ ધંધો કડીયાકામ રહે સાવરકુંડલા પોતાની દુકાને બેઠેલ હતા. તે વખતે અંકિતભાઇ સુરેશભાઇ, જયેશભાઇ ઉર્ફે સાંગો, કાનો ચાવડા અને એક અજાણ્યા
ચારેય અરોપીઓ ત્યાં આવી અહિ કેમ બેઠો છે કહી ગાળો આપેલ. બાદમા પ્લાસ્ટિકના પાઇપો વડે શરીરે આડેધડ મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. આ અંગે એન.એન. ખસતીયા અના.હેડ કોન્સ. સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. વાળા તપાસ ચલાવી રહ્યા છે.