બગસરા ખાતે આવેલી શ્રી આશિષ શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા સતવારા સમાજની વાડી ખાતે યોજાઈ હતી. સાથોસાથ મંડળીની નૂતન બિલ્ડીંગનું ઉદ્દઘાટન મનિષ સંઘાણી અને સંતોના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ સાધારણ સભામાં સહકારી અગ્રણીઓ અને સભાસદોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ મંડળીએ માત્ર ૭ વર્ષના ગાળામાં રૂ.૩૪ લાખનો નફો પ્રાપ્ત કર્યો છે. ૧૦% ડીવીડન્ડ અને ૧ર% ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ આપતી આ મંડળીએ નોંધપાત્ર સિદ્ધ હાંસલ કરી છે. મંડળીના ચેરમેન અનિલકુમાર શેખ દ્વારા મંડળીની કાર્યસૂચી રજૂ કરવામાં આવી હતી તેમજ મંડળી પર વિશ્વાસ મુકવા બદલ સભાસદોની સાથે કર્મચારીઓ અને ડિરેકટરોનો આભાર માન્યો હતો.