બગસરામાં આ વર્ષે પણ ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમીના અવસરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં નાના બાળકો દ્વારા શ્રીકૃષ્ણ તેમજ રાધાની વેશભૂષાઓ કરવામાં આવી હતી તેમજ વાસુદેવ અને દેવકી તેમજ નાના બાળકોને શ્રી કૃષ્ણ બનાવીને પર્વનો મહિમા સમજાવાયો હતો. શહેરના મુખ્ય માર્ગો પર અલગ અલગ
આભાર – નિહારીકા રવિયા વિસ્તારમાં મટકી ફોડના કાર્યક્રમ પણ યોજાયા હતા. આ કાર્યક્રમમાં શહેરના અનેક સામાજિક તથા રાજકીય આગેવાનો જોડાયા હતા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જ્યાંથી શોભાયાત્રા પસાર થાય ત્યાં લોકોને ઠંડા પીણાનું વિતરણ કરાયું હતું.