નર્મદા જિલ્લામાં નલિયા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. રેલવે બ્રિજની દિવાલ સાથે બાઇક અથડાતા બે વ્યÂક્તના ઘટનાસ્થળે જ મોત થયા છે. મૃતકો ઝરવાણી ગામના હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ, નલિયા ગામ નજીકથી પસાર થઈ રહેલી બાઇક રેલવે બ્રિજની દિવાલ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર બંને વ્યÂક્તને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.આકસ્મિક અકસ્માતની ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.આ અકસ્માતમાં મોતને ભેટેલા બંને વ્યક્તિ ઝરવાણી ગામના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અચાનક બનેલી આ ઘટનાથી ગામમાં પણ દુઃખની લાગણી જાવા મળી રહી છે. જેમાં રામજીભાઈ વસાવા અને ઈશ્વરભાઈ વસાવાનું કરુણ મોત નીપજ્યુ હતું.નલિયા ગામ નજીક સર્જાયેલા આ અકસ્માતમાં બાઇક રેલવે બ્રિજની દિવાલ સાથે અથડાઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને બાઇક ચાલકનું નિયંત્રણ કયા કારણોસર ગુમ થયું તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.આકસ્મિક ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને જરૂરી કાર્યવાહી માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.









































