ભારત સરકાર દ્વારા હાથ ધરાનાર રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા ‘વસ્તી ગણતરી-૨૦૨૭’ અંતર્ગત ગુજરાતમાં ઓનલાઇન સ્વ-ગણતરી (Self Enumeration) નો પ્રારંભ થયો છે. આ અંતર્ગત અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે જાતે ઓનલાઇન પોર્ટલ પર જઈને પોતાના પરિવારની સ્વ-ગણતરીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, ૧૭ મે થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન નાગરિકો ૨૪ કલાકમાં ગમે ત્યારે [https://se.census.gov.in](https://se.census.gov.in) પોર્ટલ પર જઈને ઘેર બેઠા સરળતાથી સ્વ-ગણતરી કરી શકશે. આ પ્રક્રિયા માટે કોઈ દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે નહીં. પ્રક્રિયા પૂર્ણ થતાં જ એક યુનિક SEID (સેલ્ફ એન્યુમરેશન આઈડી) મળશે, જે બાદમાં ઘરે આવનાર ગણતરીદારને બતાવવાનો રહેશે. આ પ્રક્રિયાને અત્યંત સરળ, ઝડપી અને સુરક્ષિત ગણાવી તેમણે ઉમેર્યું કે કોઈ પણ મૂંઝવણના સમયે ટોલ ફ્રી નંબર ૧૮૫૫ પર મદદ મેળવી શકાશે.