પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૩૦ મે, ૨૦૨૬ થી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. પાકિસ્તાને આ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.પીસીબીએ આ શ્રેણી માટે ૧૬ સભ્યોની ટીમની પસંદગી કરી છે, જેમાં ત્રણ નવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. દરમિયાન, પસંદગીકારોએ એક મોટો નિર્ણય લીધો છે અને અનુભવી વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને ટીમમાં સામેલ કર્યો નથી. ટી ૨૦ પછી હવે રિઝવાનનેડ્ઢૈં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
અહમદ દાનિયાલ, અરાફત મિન્હાસ અને રોહેલ નઝીર એવા ત્રણ ખેલાડીઓ છે જેમણે હજુ સુધી પાકિસ્તાન માટે વનડે ક્રિકેટ રમ્યું નથી. તેમને પહેલીવાર પાકિસ્તાનની વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. શાહીન આફ્રિદી આ શ્રેણીમાં પણ પાકિસ્તાનનું નેતૃત્વ કરશે. બાબર આઝમ, નસીમ શાહ, શાદાબ ખાન અને સુફિયાન મુકીમ, જેઓ માર્ચમાં બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીનો ભાગ નહોતા, તેમને આ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ઉસ્માન ખાન બીમારીને કારણે શ્રેણીમાં ભાગ લઈ શક્યા ન હતા, અને તેમની ગેરહાજરીમાં, મોહમ્મદ ગાઝી ઘોરી અને રોહેલ નઝીરને બે વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ફખર ઝમાન અને સૈમ અયુબને પણ પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા. બંને ખેલાડીઓ હજુ સુધી તેમની ઇજાઓમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી અને ઁઝ્રમ્ મેડિકલ પેનલની દેખરેખ હેઠળ પુનર્વસન હેઠળ છે.
શ્રેણીના સમયપત્રકની વાત કરીએ તો, પહેલી મેચ ૩૦ મેના રોજ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. શ્રેણીની બીજી મેચ ૨ જૂને અને ત્રીજી મેચ ૪ જૂને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાશે. ઓસ્ટ્રેલિયન પુરુષ ટીમ ૨૩ મેના રોજ વનડે શ્રેણી માટે ઇસ્લામાબાદ પહોંચશે. તેમના ખેલાડીઓ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં તાલીમ સત્રોમાં પણ ભાગ લેશે.
ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે પાકિસ્તાનની ટીમ
શાહીન શાહ આફ્રિદી (કેપ્ટન), સલમાન અલી આગા (ઉપ-કેપ્ટન), અબ્દુલ સમદ, અબરાર અહેમદ, અહેમદ દાનિયાલ, અરાફત મિન્હાસ, બાબર આઝમ, હરિસ રૌફ, માઝ સદકત, મુહમ્મદ ગાઝી ઘોરી (વિકેટકીપર), નસીમ શાહ, રોહેલ નઝીર (વિકેટકીપર), સાહિબજાદા ફરહાન, શાદાબ ખાન, શામિલ હુસૈન અને સુફિયાન મોકીમ















































