આઇપીએલ પોઈન્ટ ટેબલમાં સમીકરણો વધુ જટિલ બની રહ્યા છે. કેકેઆરએ સતત બીજી મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ફરી એકવાર કૂદકો માર્યો છે. હવે, ટીમ સીધી છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. આમ, પ્લેઓફમાં પહોંચવાની ટીમની આશા જીવંત રહી છે, પરંતુ તે ખૂબ જ પાતળી છે. દરમિયાન, કોલકાતા નાઈટ રાઈડર્સે અન્ય ટીમોની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ સીઝનમાં બધી દસ ટીમોનો હવે એક લીગ મેચ બાકી છે, જે ખૂબ જ રસપ્રદ રહેશે.
કેકેઆરએ બુધવારે મુંબઈ ઈન્ડિયન્સને સરળતાથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા, મુંબઈ ઈન્ડિયન્સ ૨૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર ૧૪૭ રન જ બનાવી શક્યું. ત્યારબાદ કેકેઆરએ ૧૮.૫ ઓવરમાં છ વિકેટ ગુમાવીને ૧૪૮ રન બનાવીને મેચ જીતી લીધી. આનાથી ટીમને વધુ બે પોઈન્ટ મળ્યા. આ બે પોઈન્ટ સાથે, ટીમ પોઈન્ટ ટેબલમાં ઉપર કૂદીને છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. કેકેઆરના ઉદયને કારણે, સીએસકે અને દિલ્હી કેપિટલ્સ એક-એક સ્થાન નીચે આવી ગયા છે.
અત્યાર સુધીની ટુર્નામેન્ટની વાત કરીએ તો,આરસીબી ગુજરાત ટાઇટન્સ અને એસઆરએચ પહેલાથી જ પ્લેઓફમાં પોતાનું સ્થાન બુક કરી ચૂક્યા છે. જાકે, ચોથી ટીમ હજુ નક્કી થઈ નથી. મુંબઈ ઈન્ડિયન્સ અને એલએસકે પહેલાથી જ બહાર થઈ ગયા છે. આનો અર્થ એ છે કે પાંચ ટીમો હવે પ્લેઓફમાં ચોથી ટીમ બનવા માટે સ્પર્ધા કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે, બધી ટીમોએ અત્યાર સુધી ૧૩ મેચ રમી છે, જેમાં લીગમાં ફક્ત એક જ બાકી છે. રાજસ્થાન રોયલ્સ ૧૪ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે હોઈ શકે છે, પરંતુ જા તેઓ પોતાની છેલ્લી મેચ હારી જાય અને તેનાથી નીચેની ટીમો જીતી જાય, તો કોઈપણ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે.
આઈપીએલ એક એવા તબક્કે પહોંચી ગઈ છે જ્યાં ચોથી ટીમની આગાહી કરવી જાખમી છે. આજનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ગુજરાત પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, એટલે કે હાર તેમને અસર કરશે નહીં, પરંતુ ટીમનો ઉદ્દેશ્ય તેમની છેલ્લી મેચ જીતીને ટોચના બેમાં સ્થાન મેળવવાનો રહેશે. જા ચેન્નાઈ આજની મેચ જીતે છે, તો તેમના ૧૪ પોઈન્ટ થશે, અને તેઓ પાંચમા ક્રમે જઈ શકશે અને પ્લેઓફમાં સ્થાન મેળવવાનો દાવો કરી શકશે. એકંદરે, આજની મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.