બાબરા તાલુકાના વાંકીયા ગામ ખાતે આવેલી પોલીસ ફાયરિંગ રેન્જમાં પોલીસ કર્મચારીઓની વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ યોજાનાર હોવાથી સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ પ્રતિબંધાત્મક પગલાં લેવામાં આવ્યા છે.અમરેલી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી વાંકીયા ગામની ફાયરિંગ બટની આસપાસના વિસ્તારમાં રાહદારીઓ તથા સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વાંકીયા ગામની સરકારી પડતર જમીનમાં આવેલી ફાયરિંગ રેન્જને તાર ફેન્સિંગથી સુરક્ષિત કરવામાં આવી છે. આ ફાયરિંગ બટની બાહ્ય સીમાથી ચારે તરફ ૧૦૦ મીટર સુધી કોઈપણ વ્યક્તિની અવરજવર અથવા પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.







































