લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સીબીએસઇની પરીક્ષા મૂલ્યાંકન પ્રણાલી અંગે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આરોપ લગાવ્યો કે સીબીએસઇનો ઓન-સ્ક્રીન મા‹કગ કોન્ટ્રાક્ટ સીઓઇએમપીટી નામની કંપનીને આપવામાં આવ્યો હતો, જે તેના અગાઉના નામ, ગ્લોબેરેના હેઠળ વિવાદમાં ફસાયેલી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે શિક્ષણ મંત્રી તેમના પર વ્યક્તિગત હુમલો કરી શકે છે, પરંતુ તેનાથી ૧૮.૫ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યને લગતા પ્રશ્નોનો અંત આવશે નહીં. તેમણે પૂછ્યું કે સીઓઇએમપીટીને કોના આદેશ પર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, શું કંપનીની પૃષ્ઠભૂમિ તપાસવામાં આવી હતી, અને કંપની મેનેજમેન્ટના કેન્દ્ર સરકાર સાથે શું જાડાણ છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે કાં તો સરકારે પૃષ્ઠભૂમિ તપાસ કરી અને હજુ પણ કોન્ટ્રાક્ટ આપ્યો, અથવા કોઈ તપાસ કરવામાં આવી નથી. બંને કિસ્સામાં, સરકાર જવાબદાર છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધતા કહ્યું કે જા વડા પ્રધાન વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરતા હોત, તો શિક્ષણ પ્રધાનને ઘણા સમય પહેલા જ તેમના પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા હોત.
રાહુલ ગાંધીએ મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા છે તેમાં
આ કોન્ટ્રાક્ટ કોના આદેશ પર આપવામાં આવ્યો હતો?
શું કંપનીની પૃષ્ઠભૂમિ તપાસવામાં આવી હતી કે નહીં?
સીઓઇએમપીટી ના મેનેજમેન્ટ અને મોદી સરકાર વચ્ચે શું સંબંધ છે?
સીબીએસઇ ધોરણ ૧૨ ની પરીક્ષા મૂલ્યાંકન પ્રક્રિયાને લગતા વિવાદ વચ્ચે, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે સીબીએસઇ મુખ્યાલયમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં પુનઃમૂલ્યાંકન અને ચકાસણી પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને સામનો કરવો પડતો ટેકનિકલ અને ચુકવણી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ સીબીએસઇ પરીક્ષા મૂલ્યાંકનમાં કથિત અનિયમિતતાઓ અંગે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે સીબીએસઇ આ બાબતે પોતાનો જવાબ આપી ચૂક્્યું છે અને સમગ્ર પ્રક્રિયા ભારત સરકારની ખરીદી નીતિ અનુસાર કરવામાં આવી છે.










































