સાવરકુંડલાના રિધ્ધિ સિધ્ધિ નાથ મહાદેવ ચોક ખાતે રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. કોળી સમાજના આગેવાન ભાવેશભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોની જઠરાગ્નિ ઠારવા માટે વિનામૂલ્યે મસાલા છાશ વિતરણ કેન્દ્ર ખુલ્લું મૂકાયું હતું, જે અંતર્ગત રાહદારીઓ અને શ્રમિકોને અંદાજે ૧૨૫૦ ગ્લાસ ઠંડી છાશનું વિતરણ કરાયું હતું. છાશ વિતરણ પૂર્વે મંત્રીના દીર્ઘ આયુષ્ય માટે મહાદેવ મંદિરમાં વિશેષ પ્રાર્થના અને મહાઆરતી યોજાઈ હતી. સ્થાનિક આગેવાનો અને મિત્ર મંડળના સહયોગથી યોજાયેલા આ ભગીરથ કાર્યને સ્થાનિક લોકોએ અંતરપૂર્વક બિરદાવ્યું હતું.








































